આશ્રયગૃહના ૧૭ આશ્રિતોને ઈ-નિર્માણ કાર્ડ અંગે માર્ગદર્શન અપાયું.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા અને બાંધકામ શ્રમિક વિભાગના સહયોગથી મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં આશ્રિતોને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા હેઠળ કાર્યરત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે તા. ૦૬ મેના રોજ ઈ-નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાંધકામ શ્રમિક વિભાગની ટીમ દ્વારા આશ્રિતોને ઈ-નિર્માણ યોજના હેઠળ મળતા લાભોની માહિતી આપી ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ઘરવિહોણા આશ્રિતોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે આવા કેમ્પો યોજવામાં આવે છે. કેમ્પમાં કુલ ૧૭ આશ્રિતોએ લાભ લીધો હતો તેમ યાદીમાં જણાવાયું છે.





