મોરબીમાં આજે ફરી ધરતી ધ્રુજી ઉઠી હતી જેમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી મોરબીની ધરા ફરી ધ્રુજી ઉઠતા વોકિંગ પર રહેલા લોકો ચોકી ઉઠ્યા હતા આ મોરબીમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 24 કિમિ દૂર હોવાનું જાણવા મળ્યું છે
વહેલી સવારે 6.57 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 1.9 ની તિવ્રતા બતાવવામાં આવી છે જો કે શિયાળા નો સમય હોય મોટા ભાગના લોકો સુતા હોવાથી તેમજ ભૂકંપ ની તીવ્રતા સામાન્ય હોવાથી લોકોમાં વધુ ચહલ પહલ જોવા મળી ન હતી.