Thursday, March 28, 2024
HomeGujaratમોરબીનાં કાલીકા પ્લોટમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

મોરબીનાં કાલીકા પ્લોટમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

મોરબી : કાલીકા પ્લોટમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા કુલ રૂ. ૬૦,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જુગારની બદી સદંતર નાબુદ કરવા એલ.સી.બી. પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી એલસીબી સ્ટાફ કાર્યરત હતો દરમ્યાન સંજયભાઈ મૈયડ તથા આશીફભાઈ ચાણક્યાને બાતમી મળેલ કે મોરબીના કાલિકા પ્લોટ શેરી-૪, ભવાની સોડા વાળી શેરીમાં રહેતા આશીફ ઉર્ફે ભાણો ઇકબાલ જુણાચ પોતાના રહેણાંક મકાનમાં તાજેતરમાં ચાલી રહેલ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ જોઈ ગ્રાહકો પાસેથી મોબાઈલ પર હારજીત તથા રનફેરનો જુગાર રમી / રમાડતો હોવાની હકીકત રૂપી બાતમીના આધારે દરોડો પાડતા આરોપી આશીફ ઉર્ફે ભાણો ઇકબાલભાઈ જુણાચ (ઉ.વ.૩૧) અન્ય આરોપી કરણ આર.સી. આંગડીયા રહે-રાજકોટ, આરોપી અબ્દુલહમીદ ઉર્ફે સુમન આદમભાઈ ચાનિયા રહે.મોરબી વધાપરા અને ભાવેશ જગદીશચંદ્ર પંડ્યા રહે-રાજકોટ વાળા પાસેથી ક્રિકેટ સટ્ટો રમવા આઈડી મેળવી જુદા જુદા ગ્રાહકો સાથે મોબાઈલથી સંપર્ક કરી ક્રિકેટ સટ્ટો રમતા આરોપી આશીફ ઉર્ફે ભાણાને પોલીસે મોબાઈલ ફોન નંગ-૧, એલ.ઈ.ડી ટીવી-૧, સેટઅપબોક્ષ-૧ તથા રોકડા રૂ.૪૪,૫૦૦ એમ કુલ ૬૦,૫૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા મુજબ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે.

જ્યારે આરોપી કરણ આર.સી., અબ્દુલહમીદ ઉર્ફે સુમન આદમભાઈ ચાનીયા (રહે.વાઘપરા) અને ભાવેશ જગદીશચંદ્ર પંડ્યા (રહે.રાજકોટ) ને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે

આ કામગીરીમાં પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી,પો.હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, સંજયભાઈ મૈયડ, પો. કોન્સ. ભરતભાઈ મિયાત્રા, નીરવભાઈ મકવાણા, પેરોલ ફર્લો સ્કોડ પો. હેડ કોન્સ. જયવંતસિંહ ગોહિલ, ચંદ્રકાંતભાઈ વામજા તથા એ.એચ.ટી.યુ. નાં પો. હેડ. કોન્સ. દશરથસિંહ ચાવડા સહિતનાંઓ રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!