મોરબીના વાવડી રોડ પરથી થર્ટી ફસ્ટની રાત્રે દારૂની બાટલી લઈ નીકળેલ એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો જ્યારે રવાપર ગામેંથી દારૂનો નશો કરેલી હાલતમાં એક ઇકોચાલકને પોલીસે ઝડપી લીધો હતો.
થર્ટી ફસ્ટની રાત્રીને રંગીન બનાવવાના ઇરાદે મોરબીના વાવડી રોડ રોડથી ઇંગ્લીશદારૂ મેકડોલ નં ૦૧ ઓરીજનલ કંપનીની એક બોટલ લઈ નીકળેલ જગદીશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે. ગામ પીપળીયા)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહી. એકટ કલમ ૬૫(એ)(એ) ૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.
દારૂ અંગેના અન્ય એક કેસમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીના રવાપર ગામેં આવેલ એસ.પી.રોડ પરથી શંકાસ્પદ હલતમાં નીકળેલ ફોર વ્હીલ કાર મારૂતી સુઝુકી કંપનીની ઈકો કાર જેના રજી.નં.જીજે-૩૬-બી-૪૦૭૧ના ચાલક જતીનભાઈ છગનભાઈ છત્રોલા (રહે. મિત્રા પેલેસ ફ્લેટ,મોરબી)ને અટકાવી તલાશી લેતા તેના દારૂનો નશો કર્યો હોવાનું માલુમ પડયું હતું. જેની પૂછપરછ અને તલાસી ઇકોમાંથી સીગ્નેચર રેર અજેડ વ્હિસ્કિની બોટલ માં ૧૦૦ એમ.એલ જેટલે કેફી પ્રવાહી ઝડપાયું હતું.