Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને શૈક્ષણિક કીટ અપાઈ

મોરબીમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને શૈક્ષણિક કીટ અપાઈ

આજે જ્યારે વર્ષ ૨૦૨૧ વિદાઈ લઈ રહ્યું છે અને અંગ્રેજી નૂતન વર્ષનું આગમન થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા લોકો પોતાના માટે મોજ મજા કરીને નૂતન વર્ષની ઉજવણી કરતા હોય છે. ત્યારે ૐ વિદ્યા વાસીની બી.એડ.કોલેજ કોલેજમાં શિક્ષક બનવા માટે અને પ્રભાબેન પટેલ બી.એડ.તથા લો કોલેજમાં કાયદા શાસ્ત્રનો અભ્યાસ કરતા વકીલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની ખિસ્સા ખર્ચી પોકેટમનીમાંથી બચત કરી શ્રી માધાપરવાડી કન્યા શાળામાં ધો.7 અને 8માં અભ્યાસ કરતી 120 બાળાઓને પેડ, ચોપડો, ફૂટપટ્ટી, કલર બોક્સ, પેન્સિલ, રબર સંચો,પાઉચ, પેન વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરી નૂતન વર્ષની પ્રેરણાદાયી અને પ્રેરક ઉજવણી કરી સ્તતુય પગલું ભરવા બદલ શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તમામ યુવા વિદ્યાર્થીઓનો આભાર પ્રકટ કર્યો હતો અને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!