Thursday, December 26, 2024
HomeGujaratહળવદ અને વાંકાનેરમા જુગારમાં રમતા આઠ ઝડપાયા:પોલીસના દરોડા દરમિયાન પાંચ આરોપીઓ નાસી...

હળવદ અને વાંકાનેરમા જુગારમાં રમતા આઠ ઝડપાયા:પોલીસના દરોડા દરમિયાન પાંચ આરોપીઓ નાસી છૂટ્યા

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ જુગાર ઉપર કડક કાર્યવાહી ચાલુ રાખી ગઈકાલે બાતમીના આધારે હળવદ અને વાંકાનેઆ જુગારમાં રમતા આઠને ઝડપી પાડેલ હતા.પોલીસના દરોડા દરમિયાન ચાર આરોપીઓ નાસી છૂટ્યા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે હળવદ ધનાળા ગામે આરોપી ક્રુષ્ણસિંહ જયેન્દ્રસિંહ ઝાલા પોતાના મકાનમાં જુગારનો અખાડો ચાલવતો હોવાની બાતમીના આધારે તે મકાનમાં રેડ કરી ત્યાં જુગાર રમતા ક્રુષ્ણસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, રૂપેશભાઇ લક્ષ્મણભાઇ કલોલા, ચંદુલાલ નરશીભાઇ સંઘાણીને રોકડ રૂ.૮૨,૪૦૦ તથા મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૫૦૦૦ એમ કુલ રૂ.૮૭,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આરોપી ભરતભાઇ ભગવાનજીભાઇ અઘારા, મુકેશભાઇ પટેલ, નિલેશભાઇ દરજી ફરાર થઈ ગયેલ હતા.

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે વાંકાનેરના જાલી ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ભુપતભાઈ વાલજીભાઈ રૂદાતલા, જયંતિભાઈ વાલજીભાઈ ગોરીયા, વેલજીભાઈ શામજીભાઈ માલકીયા, રમેશભાઈ ખેતાભાઈ ગાબુ, કુંવરાભાઈ મેહુરભાઈ સરૈયાને રોકડા રૂ.૨૩૫૦/- સાથે પકડી પાડેલ હતા. તેમજ ભરતભાઈ સંઘાભાઈ સરાવાડીયા, ચતુરભાઈ અમરશીભાઈ પારેજીયા નાસી છૂટ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!