Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા: ત્રણ ફરાર

મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા: ત્રણ ફરાર

મોરબી: મોરબીમાં પોલીસે જુગાર ઉપર કડક કાર્યવાહી ચાલુ રાખી ચારને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમજ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામેથી વાંકાનેર પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.-૧૧,૩૦૦ તથા મોબાઇલ ફોન તથા મોટર સાઇકલ-૧ મળી કુલ રૂપીયા ૫૬,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમ જુગાર માટે પ્રયત્નશીલ હોય દરમ્યાન બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી જુગાર રમતા દશરથભાઇ તેજાભાઇ વિજવાડીયા, ગોરધનભાઇ શામજીભાઇ વિંજવાડીયા, પ્રવિણભાઇ તેજાભાઇ વિંજવાડીયા, ભુપતભાઇ તરશીભાઇ રાતોજાને કુલ રોકડ રૂ.૧૧,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂપીયા-૧૫,૫૦૦ તથા મો.સા.નંગ-૧ કી.રૂ.૩૦,૦૦૦ મળી કુલ ૫૬૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પ્રવિણભાઇ રણછોડભાઇ કોળી, પરબત લખમણભાઇ કોળી, અજય ભરતભાઇ કોળી નાસી છૂટ્યા હતા.

જ્યારે મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના લાલપર ગામે ડેરીવાળી શેરી ન્યુ ખોડીયાર પ્રોવિઝન સ્ટોર પાસે જાહેર શેરી સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રાજદીપસિંહ ભરતસિંહ પરમાર, યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, અજયભાઈ પ્રવિણભાઈ પટેલ, વિપુલસિંહ ભીખુભા પઢીયારને રોકડા રૂ.૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!