મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક દસ ગાયો ટ્રેન હડફેટે આવી જતા જેમાં આઠેક ગાયોના મોત નિપજ્યા હતા જ્યારે બે ગાયો ઈજાગ્રસ્ત હાલતમાં જીવતી રહી ગયી હતી જે બંને ગાયોને જીવદયાપ્રેમી યુવાનો દ્વારા તાત્કાલિક મોરબી યદુનંદન ગૌશાળાએ સારવારમાં લઇ જવાઈ હતી.
મળતી માહિતી અનુસાર ગઈકાલ તા.૧૨/૦૨ના રોજ સાંજના સમયે પીપળીયા ચાર રસ્તા પાસે ફાટક નજીક દશ જેટલી ગાયો ઉભી હતી ત્યારે અચાનક ધસમસતી ટ્રેન પસાર થતા તમામ ગાયો ટ્રેન હડફેટે આવી હતી ત્યારે આ કરૂણાંતિકા બનાવમાં અંદાજે આઠ ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ગાયો ઘાયલ અવસ્થામાં જીવતી હોય ત્યારે ત્યાંથી પસાર થતા સેવાભાવી યુવાનોએ આ ગાયોને સારવાર માટે યદુનંદન ગૌશાળા ખાતે મોકલી હતી અને મૃત તમામ ગાયોને જેસીબીની મદદથી રોડની સાઈડમાં ખેસેડી અને આ તમામ મૃત ગાયોના વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવી હાલ માહિતી પ્રાપ્ત થઇ છે.
ત્યારે આ ભાગીરથી સેવાકાર્યમાં હરેશભાઇ ડાંગર, માધવ ભાડજા, વિનાયકભાઈ મેરજા, વિજયભાઈ મિયાત્રા, મહેશભાઈ મિયાત્રા, રાજ પડસુંબીયા, હર્ષદીપદીપ સિંહ જાડેજા ,ભરતભાઇ લોખીલ, રવિભાઈ ડાંગર વગેરેએ જહેમત ઉઠાવી હતી.