Sunday, January 5, 2025
HomeGujaratમોરબીમાં ત્રણ સ્થળોએથી આઠ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં ત્રણ સ્થળોએથી આઠ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ પ્રોહિબિશન જુગારની પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ સ્થળોએથી ૦૮ પત્તાપ્રેમીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પીટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીરપર ગામે કોળીવાસમા અમુક ઈસમો બાવળની કાંટમા ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સુનીલ ઉર્ફે સુનીયો રાજુભાઇ ઉધરેજા (રહે- વીરપર ગામ તા- ટંકારા જી-મોરબી), હસમુખભાઇ રધુભાઇ ઉધરેજા (રહે- વીરપર ગામ તા- ટંકારા જી-મોરબી), નાથાભાઇ ધરમશીભાઇ બાવરવા (રહે- વીરપર ગામ તા- ટંકારા જી-મોરબી) તથા ગણેશભાઇ પ્રવિણભાઇ ઉધરેજા (રહે- વીરપર ગામ તા- ટંકારા જી-મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા ૧૦,૧૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે શનાળા રોડ માર્કેટીગ યાર્ડ સી લાઇનની છત પર રેઈડ કરી જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા મનસુખભાઇ ત્રિભુવનભાઇ સાવસાણી (રહે.મરોબી અવનીચોકડી ગુરૂકૃપા એપાર્ટમેન્ટ બ્લોકનં.૪ મુળરહે.નશીતપર તા.ટંકારા), કલ્પેશભાઇ ગણેશભાઇ મારવાણીયા (રહે.મોરબી કામધેનુ પાર્ટીપ્લોટ સામે શ્રીજી ટાવર બ્લોકનં.૧૦૩ મુળરહે.રાજપર તા.મોરબી) તથા કિશોરભાઇ પ્રભુભાઇ સાવસાણી (રહે.મોરબી રવાપર ધુનડા રોડ ઉમીયાનગર મુળરહે.થોરાળા તા.મોરબી) નામના શખ્સોને પકડી પાડ્યા હતા. તથા તેમની પાસેથી રોકડા રૂ.૨૫,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ત્રીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમને ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વાગડીયા ઝાપાથી આગળ અખાડા પાસે એક શખ્સ જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે પૈસાની હારજીતનો વર્લીફીચરનો જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી આદમભાઈ અલ્યાસભાઈ ભટ્ટી (રહે-માળીયા મીં. જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર તા-માળીયા મીં. જી.મોરબી) નામના શખ્સને કુલ રૂ.૫૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!