Monday, May 20, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામે જેસીબીએ બાઇકને હડફેટે લીધું: ઈજાગ્રસ્ત યુવકનો પગ કાપવાની નોબત...

મોરબીના રંગપર ગામે જેસીબીએ બાઇકને હડફેટે લીધું: ઈજાગ્રસ્ત યુવકનો પગ કાપવાની નોબત આવી

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે.જેમાં મોરબીના રંગપર ગામે પુરપાટ ઝડપે જતી જે.સી.બી. એ મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ સવાર યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેના કારણે તેને સારવારમાં ખસેડવામાં આવતા યુવકના પગનું ઓપરેશન કરી પગ કાપવો પડ્યો હતો. જયારે જે.સી.બી.નો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્તના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગોબરીયાભાઇ કિશનભાઇ નિનામા ગત તા-૨૦/૦૮/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની MP-45-MN-5739 નંબરની મોટરસાઈકલ લઈ મોરબી તાલુકા રંગપર ગામની સીમ ઓમ મીનરલ સિમેન્ટ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે GJ-12-AN-1476 નંબરનાં જે.સી.બી. વાહનના ચાલકે પોતાનું જે.સી.બી. વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મેઇન રોડ પરથી જતા ગોબરીયાભાઇ કિશનભાઇ નિનામાના સાથે શ્રીરામ મીનરલના ખુણાા પાસે ભટકાડતા ગોબરીયાભાઇને શરીરે ઇજાઓ તથા જમણા પગના ગોઠણથી ઓપરેશન કરતા કાપેલ હોય તેમજ જમણા હાથની આંગણીમા ફેકચર જેવી ઇજાઓ પહોચાડી જેસીબી વાહન ચાલક જેસીબી વાહન છોડીને નાશી જતા સમગ્ર મામલે ઇજાગ્રસ્તના ભાઈ મકનભાઇ કિશનભાઇ નિનામા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!