હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ભલગામડા જતા રસ્તે જમણી બાજુમાં આવેલ કાકરકા સિમમા કાકરકી તળાવડી પાસે પ્રવિણભાઈ મધુભાઈ રજપુત વાળાની વાડીમાં ચાલતું જુગારધામ હળવદ પોલીસે ઝડપી પાડી કુલ 8 બાજીગરોને રૂપિયા 1 લાખની મત્તા સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, પ્રવિણભાઇ મધુભાઇ રજપુત વાળાની વાડીમાં જુગારધામ ધમધમી રહ્યું છે. મજે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી પ્રવિણભાઇ ઉર્ફે પિટર લીંબાભાઇ કલોતરા (રહે. જુના પોલીસ સ્ટેશન હળવદ તા.હળવદ, જી.મોરબી), હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી (રહે. દરબાર નાકે, પાણીની બારી, હળવદ, તા.હળવદ, જી.મોરબી), અજયભાઇ પરબતભાઇ કલોતરા/રબારી (રહે.ધ્રાંગધ્રા દરવાજા અંદર હળવદ, તા.હળવદ, જી.મોરબી), પ્રવિણભાઇ ધનજીભાઇ ગોદાવરીયા (રહે. વંસતપાર્ક હિરો શો રૂમ સામે, હળવદ તા.હળવદ, જી.મોરબી), પ્રવિણભાઇ ગાંડાભાઇ ચાવડા (રહે. જુના ધનાળા ગામ, તા.હળવદ, જી.મોરબી), પ્રવિણભાઇ તળશીભાઇ આદ્રોજા (રહે. મહેન્દ્રનગર પ્રકૃતિ સોસા. તા.જી.મોરબી), ભાર્ગવભાઇ લલીતભાઇ અઘારા (રહે. અણીયારી ગામ તા.જી.મોરબી) તથા પ્રવિણભાઇ વશરામભાઇ રાસળીયા (રહે. આનંદપાર્ક-૧ હળવદ તા.હળવદ જી.મોરબી) નામના કુલ 8 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા.૧,૦૦,૯૦૦/- તથા ૫ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૦૩,૯૦૦/-નો મૃદામાલ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી છે.