ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર મોરબી – માળીયા (મીં) તાલુકાનાં જુદા – જુદા સાત ગામોના જે રસ્તાઓ નોન પ્લાનના હતા તે (૧) વવાણિયા થી વર્ષામેડી રોડ રૂ. ૩ કરોડ ૪૪ લાખના ખર્ચે (૨) મોટા ભૈલાથી જશાપર રોડ રૂ. ૨ કરોડ ૭૮ લાખના ખર્ચે (૩) દેવગઢ જાજાસર રોડ થી શક્તિધામ મંદિર સુધીનો રસ્તો રૂ. ૨૬ લાખ ૭૫ હજારના ખર્ચે (૪) માળીયા (મીં) હળવદ સ્ટેટ હાઈવે થી પંચવટી ખીરઇ રોડ રૂ. ૧ કરોડ ૭૨ લાખના ખર્ચે (૫) ચાંચાવદરડા થી માળીયા (મીં) પીપળીયા હજનાળી આમરણ સ્ટેટ હાઇવે રૂ. ૩૮ લાખના ખર્ચે (૬) સરદાર નગર (સરવડ) જોઇનિંગ ટુ પીપળીયા મહેન્દ્રનગર સરવડ રોડ રૂ. ૫ લાખ ૫૦ હજારના ખર્ચે આ બધા રોડમાં માટીકામ, મેટલકામ, ડામર કામ, નાળા કામ તથા સી.સી. રોડનું કામ કરવામાં આવશે તેમજ (૭) નઝરબાગ થી બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ, ફોરેસ્ટ રેન્જ નર્સરી સુધીનો રસ્તો રૂ. ૯૦ લાખના ખર્ચે માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળાકામ કરવામાં આવશે. આ બધા રસ્તાઓ અંગે ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરતાં તાકીદે મંજૂર કરવામાં આવ્યા છે. તે જ રીતે ગાળાથી વાધપર પીલુડી રોડ હાલ જે ૩.૭૫ મીટરનો છે તે ૭ મીટર પહોળો કરવા માટે રૂ. ૨ કરોડના ખર્ચે રોડ પહોળો કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે તે ગામોની વર્ષો જૂની જે માંગણીઓ હતી તે રસ્તાઓના રૂ. ૧૨ કરોડના જોબ નંબર મેળવવામાં સફળ રહ્યા છે. તેમણે અગાઉ પણ રૂ. ૫૦ કરોડના ગ્રામ્ય રસ્તાઓ મંજૂર કરાવેલ હતા જે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને ટૂંક સમયમાં તે કામો પણ ચાલુ કરી દેવાશે. આમ, મોરબી – માળીયા (મીં) વિસ્તારના વિકાસ માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજા સતત જહેમત ઉઠાવી રહ્યા છે. તેઓ માત્ર કામ સૂચવીને બેસી નથી રહેતા પરંતુ જે તે કામો માટે ક્ષેત્રિય ઈજનેરોથી માંડીને સચિવાલય સુધી સતત ફોલોઅપ કરીને તેમની વહીવટી ક્ષતાનો લાભ પોતાના મત વિસ્તારને આપી રહ્યા છે. આ રૂ. ૧૨ કરોડના નોન પ્લાનના રસ્તાઓ મંજૂર કરવા બદલ તેમણે નાયમ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ખાસ આભાર પણ માન્યો છે.