Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેરના કુંભારપરામાં પત્તા ટીંચતા આઠ શકુનીશિષ્યો પકડાયા

વાંકાનેરના કુંભારપરામાં પત્તા ટીંચતા આઠ શકુનીશિષ્યો પકડાયા

વાંકાનેર સીટી પોલીસે વાંકાનેરના કુંભારપરા વાડી વિસ્તારમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે પતા ટીંચતા આઠ શકુનીશિષ્યોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના કુંભારપરા વાડી વિસ્તારમા જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી. આ દરમિયાન સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા મેરૂભાઇ લક્ષ્મણભાઇ દેકાવડીયા, રવિભાઇ ઉર્ફે કાશી કાળુભાઇ વસાણીયા, જયેશભાઇ ઉર્ફે હલો મષાભાઇ બાંભવા, અજયભાઇ નાનુભાઇ મદ્રેસાણીયા, લખમણભાઇ દેવાભાઇ ગમારા, વિજયભાઇ નાનજીભાઇ ઉધરેજા, પરેશભાઇ રમણીકભાઇ રાવલ અને નવઘણભાઇ વજાભાઇ શામળ સહિતના શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. જેને પગલે પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂપિયા ૩૮૬૦૦ નો મુદામાલ જપ્ત કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ -૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!