Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામે સીરામીકના કારખાનામાંથી અઢાર એસી ડ્રાઇવની ચોરી : પાંચ આરોપીઓ...

મોરબીના લાલપર ગામે સીરામીકના કારખાનામાંથી અઢાર એસી ડ્રાઇવની ચોરી : પાંચ આરોપીઓ સામેં ફરિયાદ નોંધાઈ

મોરબીના લાલપર ગામે આવેલ કારખાનામાંથી 18 નંગ એ.સી.ડ્રાઇવની ચોરી થયા અંગેની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

લગધીરપુર રોડ પર આવેલ લાલપર ગામના સીરામીકના વોલ ટાઇલ્સના બંધ કારખાનાના પ્લાન્ટમા ગત તા-૦૫/૧૦ ના સાંજના સાતથી તા-૦૬/૧૦ સવારના આઠ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે કિલન વિભાગમા આવેલ પેનલ બોર્ડમા તથા ગેલેજ લાઇન ઉપર ફીટ કરેલ ઇલેક્ટ્રીક એ.સી.ડ્રાઇવ નંગ-૧૮ કિંમત રૂપિયા-૯૦,૦૦૦નો મુદામાલની ચોરી થતા આરોપી જોગુભાઇ અકરમભાઇ બારીયા (ઉ.વ-૨૮), રાકેશભાઇ જાનુભાઇ ખોખર (ઉ.વ-૩૫), ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા (ઉ.વ-૨૬), જાવીદભાઇ ગનીભાઇ ઘોણીયા (ઉ.વ-૩૩), મહમદઅલી ગુલામહુશેન કચ્છી (ઉ.વ-૨૦) સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને પગલે અરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!