ગુરૂવારે ભારત સવિધાન દિવસ છે અને સવિધાન ને કારણે લોકશાહી મા હક્ક અને ફરજો નાગરિક ને મળી છે ત્યારે ટંકારા મા વૈશ્વિક મહામારી કોરોના પુર્વે આધારકાર્ડ ની કામગીરી નિરાધાર બની હોય નવેક મહિના જેટલો લાંબો સમય વિતી ગયો છતાં દેશના રાજા સમા પ્રજા તેના જરૂરી કામગીરી માટે ડોક્યુમેન્ટ ને લઈને દરબદર ની ઠોકરો ખાતા હોય ટંકારા વિધાથી એકતા સંગઠન દ્વારા આ દિવસ ની અનોખી ઉજવણી કરવા માટે સવાર થી મામલતદાર કચેરી ખાતે એકજ પાણળી પોતડી પહેરી શિયાળાની કડકડતી ઠંડીમાં ઉભા રહી ને અનોખી ઉજવણી કરશે અને જયા સુધી આધારકાર્ડ ની સેવા શરૂ ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવા ની જાહેરાત કરતા ખડખડાટ મચી ગયો છે.
રીતસર ના ધારાસભ્ય થી લઈ શાસક પક્ષ ના હોદેદારો અને કોગેસ ના નેતા અને ચુંટાયેલા સભ્યો આ અંગે પોતાનુ સ્ટેન્ડ કિલ્યર કરી કાર્યક્રમ મા જોડાવવા ખાસ આમંત્રિત કરશે સાથે રાજ્ય આખા ના ગાંધી વાદી પણ આ કાર્યક્રમ મા જોડાવવા માટે આહવાહન કર્યુ છે ત્યારે આ મામલો આગામી દિવસોમાં આખા દેશમાં ટોપ ઓફ ધ ટાઉન બને તો નવાઈ નહીં.