Sunday, October 11, 2026
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પર ફેક્ટરીમાં ઊંચાઈથી નીચે પટકાતાં શ્રમિકનું સારવારમાં મોત

મોરબીના લખધીરપુર રોડ પર ફેક્ટરીમાં ઊંચાઈથી નીચે પટકાતાં શ્રમિકનું સારવારમાં મોત

મોરબીના ઘુંટુ ગામ નજીક કઝારીયા ઈન્ફિનિટી પ્રા. લિ. કારખાનામાં વેલ્ડિંગ કામ દરમિયાન આશરે ૨૦ ફૂટની ઊંચાઈએથી પટકાયેલા ઉત્તર પ્રદેશના શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી કઝારીયા ઈન્ફિનિટી પ્રા. લિ. ફેક્ટરીમાં ગત તા. ૮ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે એક વાગ્યે વેલ્ડિંગ કામ કરતી વખતે હિમાંશુ કૃષ્ણ ભગવાન મિશ્રા રહે. વાઈઝર કોલોની લખધીરપુર રોડ મોરબી મૂળ ઉત્તર પ્રદેશ વાળા આશરે ૨૦ ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતાં છાતી અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. તેમને પ્રથમ સમર્પણ હોસ્પિટલ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!