રેન્જ આઇજી ચિરાગ કોરડીયા દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ચાલુ તપાસના બાકી રહેતા આરોપીઓને પકડી પાડવા માટે તા. ૦૧/૧૦/૨૦૨૬ થી તા. ૧૫/૧૦/૨૦૨૬ સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત મોરબી પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીદારોના આધારે સફળ રેડ પાડીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
જેમાં આરોપી પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડા/દલવાડી (ઉ.વ. ૨૭, રહે. હાલ ચરાડવા, તા. હળવદ, જી. મોરબી)ની આ આરોપી હળવદ પોલીસ સ્ટેશનમાં રાજ્ય સેવકને અવરોધ કરવાના અને અન્ય ગુનાઓ (BNS કલમ-૧૨૬(૨), ૧૨૭(૨), ૨૨૪, ૧૧૦, ૩(૫), GPA-૧૩૫) હેઠળ નાસતો ફરતો હતો, જેને ચરાડવા ગામેથી ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
તેમજ તૈયબભાઈ ગુલમામદ માણેક/મીયાણા (ઉ.વ. ૩૯, રહે. મોરબી વિશીપરા, મૂળગામ સિકારપુર, તા. ભચાઉ, જી. કચ્છ): આ આરોપી માળીયા (મીં) પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં (કલમ-૬૫-ઇ, ૮૧, ૯૮(૨)) નાસતો ફરતો હતો, જેને ભીમસર ચોકડી પાસેથી ઝડપી પાડી માળીયા (મીં) પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને ઇરફાન વલીમામદ કટારીયા/ખાટકી (ઉ.વ. ૩૬, રહે. મોરબી વીશીપરા કુલીનગર, તા. અને જી. મોરબી): આ આરોપી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં (કલમ-૬૫ ઇ, ૮૧, ૯૮(૨)) નાસતો ફરતો હતો, જેને ટંકારા લતીપર ચોકડી પાસેથી ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરી એલસીબી પીઆઇ એસ. પી. જાડેજા,પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ (એલ.સી.બી. મોરબી), પી.એસ.આઈ. વી. જી. માલાણી તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.






