Friday, October 23, 2026
HomeGujaratમોરબી-રાજકોટ હાઇવે પર આખલો આડો ઉતરતાં બાઇકચાલકનું મોત

મોરબી-રાજકોટ હાઇવે પર આખલો આડો ઉતરતાં બાઇકચાલકનું મોત

ટોયોટા શોરૂમ પાસે અકસ્માતમાં ૬૮ વર્ષીય બાલુભાઈ મેરજાનું સારવાર દરમિયાન મૃત્યુ.

- Advertisement -
- Advertisement -

મોરબી: રાજકોટ-મોરબી હાઇવે પર ૬૮ વર્ષીય બાલુભાઈ મેરજા બાઇક ઉપર નોકરીએ જતા હતા ત્યારે ટોયોટા શોરૂમ પાસે આખલો આડો ઉતરતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં ખસેડતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

મોરબીના શક્ત શનાળામાં શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા બાલુભાઈ ગોકળભાઈ મેરજા ઉવ.૬૮ ગઈ તા.૧૮/૧૦ના રોજ બાઇક રજી.નં. જીજે-૦૩-ડીપી-૨૦૨૩ વાળું લઈને પોતાની નોકરીએ જતા હતા. આ દરમિયાન ટોયોટાના શોરૂમ નજીક રસ્તા પર અચાનક આખલો આડો ઉતરતાં બાઇક તેની સાથે અથડાયુ હતું અને બાલુભાઈ રસ્તા પર પટકાયા હતા. અકસ્મતમાં તેમને બંને હાથ, માથા અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સેલ્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં બપોરે આશરે બે વાગ્યે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈ બાલુભાઈ મેરજાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે મૃતક બાલુભાઈ મેરજા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!