Monday, January 13, 2025
HomeGujaratવાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ડમ્પર ચાલકે મોપેડ વાહનને હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ડમ્પર ચાલકે મોપેડ વાહનને હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત

મોરબીમાં અક્સ્માતોનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત તા-૦૭/૧૨/૨૦૨૨ ના રોજ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ડમ્પર ચાલકે મોપેડ ચાલકને હડફેટે લેતા મોપેડ ચાલક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયો હતો. જેને કારણે તેને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વરીયાનગર,શેરી નં.૬.માં રહેતા જુસબભાઈ સુલેમાનભાઈ પલેજા નામના ૬૯ વૃદ્ધ પોતાનું જી.જે.૦૩ જે.એસ.૬૨૬૦ નંબરનું ટી.વી.એસ. મોપેડ લઈ શોભેશ્વર રોડે જતા હોય ત્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર પાર્શ્વનાથ ચેમ્બર-૨ સામે રોડ ક્રોસ કરતા હોય ત્યારે જી.જે.૧૨ બી.વી.૦૩૪૨ નંબરનાં ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર પૂરઝડપે ચલાવી મોટર સાયકલને સાઈડેથી ભટકાડી અકસ્માત સર્જાતા વૃદ્ધને જમણા હાથે તથા પગે ફેકચર જેવી તેમજ માથામા ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!