માળીયા(મી) તાલુકાના ખીરસરા ગામે તળાવના પાણીના વહેણમાં નાહવા ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળીયા(મી) પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
માળીયા(મી) તાલુકાના ખીરસરા ગામે રહેતા માનભાઈ ભગાભાઈ વાઘેલા ઉવ.૬૦ ગત તા.૧૭/૦૪ના રોજ તળાવના પાણીના નિકાલના વહેણમાં નાહવા જતા ડૂબી ગયા હતા. જેથી તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ અંગે માળીયા મીયાણા પોલીસે મરણ નોંધ કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





