Sunday, May 12, 2024
HomeGujaratમોરબીમાં ઉછીના આપેલા પચ્ચીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરતા માથાકૂટ : વૃદ્ધને લમધારી,મારી...

મોરબીમાં ઉછીના આપેલા પચ્ચીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરતા માથાકૂટ : વૃદ્ધને લમધારી,મારી નાખવાની ધમકી અપાઈ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિનોદભાઇ જાદવજીભાઇ ચીણોજીયાએ મૂળ હડમતીયાના અને હાલ મોરબી રહેતા આરોપી હીતેશ કેશવજીભાઇ કામરીયાને પોતાની જમીન ગીરવે મૂકીને પચ્ચીસ લાખ રૂપીયા સબંધના દાવે આપ્યા હતા. ત્યાર બાદ વિનોદભાઈને રૂપિયાની જરૂર પડતા તમણે હિતેશભાઈ પાસેથી રૂપિયા માંગતા મોરબીના ઘુનડા રોડ અભારાની વાડી નજીક આવેલ બસ સ્ટેન્ડ નજીક ડખ્ખો થયો હતો. જેમાં ત્રણ આરોપીઓ હીતેશ કેશવજીભાઇ કામરીયા અને ધ્રુવ નરભેરામ કામરીયા તથા અશોક ઠાકરશીભાઇ મેરજા રહે. બંન્ને હડમતીયાવાળાઓએ વિનોદભાઈ સાથે બેફામ વાણી વિલાસ આચરી માથાકુટ કરી હતી. ઝપાઝપી દરમિયાન વિનોદભાઈને ડાબી આંખની નીચે ઇજા થઈ હતી આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા વિનોદભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવી હતી જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!