ટંકારા તાલુકાનાં લજાઈ ખાતે રહેતા 70 વર્ષિય મહિલાના પતિનું મૃત્યુ થઈ જતાં મનમા લાગી આવતા પોતાની જાતે ઝાડમા છાટવાની ઝેરી દવા અજાણી માત્રા મા પી જતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમા લઈ જતા તેમનું મૃત્યુ નિપજતા ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાનાં લજાઈ ખાતે રહેતા 70 વર્ષિય મંજુબેન પ્રેમજીભાઈ ચાવડાના પતિનું મૃત્યુ થઈ જતાં મનમા લાગી આવતા પોતાની જાતે ગત તા.27/10/2023ના રોજ ઝાડમા છાટવાની ઝેરી દવા અજાણી માત્રામા પી જતા તેઓને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમા લઈ જતા સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.