મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મયુરપુલ પરના ૩૫ થી ૪૦ થાંભલા ગુમ થયા છે આમ છતાં મોરબી પાલીકા તંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જીગ્નેશ પંડ્યા, જગદીશ બાંભણીયા, જનકભાઈ રાજા અને અશોકભાઈ ખરસરીયા સહિતનાઓએ પાલીકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે મોરબી પાલિકામાં ૨૦૧૭ માં મયુરપુલના ઇલેક્ટ્રિક પોલના ૩૫ થી ૪૦ થાંભલા ગુમ થયા છે મયુર પુલની બાજુના પાડાપુલમાં એક સાથે ૨૦ લાઈટો હમણાં જ ઉતરી ગયેલ છે લાઈટ વગરના થાંભલા ઉભા છે જેથી પુલ પર અત્યારે અંધારપટ છે. લાઈટો ઉતરી તે ક્યાં ગઈ તેનો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર જવાબ આપે અને મયુરપુલ પરના પોલ ગુમ થયાની અરજી અગાઉ પણ કરેલ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક વાહનો રાત્રીના સમયે સીરામીક અને અન્ય ઉદ્યોગ હેતુસર પસાર થતાં હોય ત્યારે અકસ્માત થવાની પુરી સંભાવના છે. જેથી આ રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે મયુરપુલ મોરબીની શાન સમાન છે જ્યાં પોલ ૨૦૧૭ થી ગુમ થયા છે મયુરપુલ પરથી કલેકટર, અધિકારીઓ પસાર થતા હોય છે તો કેમ કોઈને આ નજરે પડતું નથી તેમ જણાવીને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.