Sunday, January 12, 2025
HomeGujaratહળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન ૨૧ વીજ કનેક્શનમાં ૧૧.૬૫ લાખની વીજ ચોરી...

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન ૨૧ વીજ કનેક્શનમાં ૧૧.૬૫ લાખની વીજ ચોરી ઝડપાઈ

પીજીવીસીએલ આધુનિકતાના વાઘાથી સજ્જ થઈ રહ્યું છે વીજતંત્ર દ્વારા પાવર ચોરી કરનારાઓને ઝડપી લેવા અવાર નવાર દરોડા પાડે છે. પણ આજદિન સુધી વીજચોરીનું દૂષણ યથાવત રહ્યું છે. ત્યારે આજ રોજ મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજચેકીંગ કામગીરી અર્થે હળવદ વિભાગીય કચેરી હેઠળના મુળી તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખેતીવાડી વીજકનેક્શનોમાં વીજચોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જિલ્લાની વિવિધ ટીમો બનાવી વીજ ચેકીંગ દ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કુલ 20 ટીમો દ્વારા ખેતીવાડીના 75 કનેક્શનો ચેક કરતા તેમાંથી 15 માં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું હતું. જેમાં અંદાજિત 9.20 લાખ તેમજ 36 રહેણાંક મકાનોમાં કનેકશનો ચેક કરતા તેમાંથી 6 રહેણાંક મકાનોમાં ગેરરીતિ અંગેના બિલ ફટકારવામાં આવ્યા હતા. આમ કુલ 21 વીજકનેક્શનમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. 11.65 લાખ બીલ ફટકારવામાં આવેલ છે. ત્યારે મોરબી વર્તુળ કચેરી દ્વારા વધુમાં જણાવવામાં આવેલ હતું કે, હળવદ વિભાગીય કચેરી હેઠળના હળવદ શહેર, ગ્રામ્ય, ચરાડવા તથા સરા પેટ વિભાગીય કચેરી હેઠળ ખેતીવાડી વીજ કનેક્શનોમાં પાવરચોરીનું પ્રમાણ વધુ હોઈ જેથી ચેકીંગ ડ્રાઈવનું સમયાંતરે આયોજન કરવામાં આવતું રહેશે. તેમ PGVCLની મોરબી વર્તુળ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!