કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (National Food Security Act – NFSA), ૨૦૧૩ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અધિનિયમ અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) મારફતે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ યોજના હેઠળ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાથમિકતા ધરાવતા પરિવારો (PHH)ને આવરી લેવામાં આવ્યા છે. NFSA હેઠળ પાત્ર લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજ આપવામાં આવે છે, જ્યારે અંત્યોદય અન્ન યોજના હેઠળના પરિવારોને દર મહિને ૩૫ કિલો અનાજ આપવામાં આવે છે.
લાભાર્થીઓ પોતાની પાત્રતા મુજબ રેશનકાર્ડ મારફતે આ યોજનાનો લાભ મેળવી શકે છે. સરકાર દ્વારા NFSA હેઠળ પાત્ર લાભાર્થીઓને મફત અનાજ આપવાની વ્યવસ્થા પણ અમલમાં છે. ખાદ્ય સુરક્ષા એ અધિકાર છે- દરેક પાત્ર પરિવાર સુધી અનાજ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ!.






