Saturday, November 14, 2026
HomeGujaratમોરબીના સગુલ સ્પાના બે સંચાલકો સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી

મોરબીના સગુલ સ્પાના બે સંચાલકો સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી

સ્પા વર્કરના બાયોડેટાનું પોલીસમાં રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું અને સીસીટીવી રેકોર્ડિંગના ડેટા ન સાચવવા અંગે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાલપર ગામની સીમમાં રાધિકા હોટેલવાળા કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલા સગુલ સ્પામાં તાલુકા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મહિલા સ્પા વર્કરના બાયોડેટાની પોલીસમાં નોંધણી નહીં કરાવવા તેમજ સીસીટીવી રેકોર્ડિંગના ડેટા નિયમો મુજબ ન સાચવ્યા હોવાનું સામે આવતાં હાજર બંને સંચાલકો સામે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામની સીમમાં આવેલા રાધિકા હોટેલવાળા કોમ્પ્લેક્સના ત્રીજા માળે સગુલ સ્પામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન સ્પાના સંચાલક અજયભાઈ દીપકભાઈ ભાયાણી ઉવ.૨૪ રહે. સગુલ સ્પામાં મૂળ રહે. જામનગર રામેશ્વરનગર જલારામ નગર સોસાયટી અને ઉમંગભાઈ જનકભાઈ વ્યાસ ઉવ.૩૦ રહે. મોરબી બુઢા બાવાની શેરી નાની બજાર વાળા હાજર મળી આવ્યા હતા. ત્યારે પોલીસે સ્પામાં કામ કરતી મહિલા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી છે કે કેમ તે અંગે પૂછપરછ કરતાં નોંધણી નહીં કરાવી હોવાનું સામે આવ્યું હતું. તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગનો ડેટા પણ જાહેરનામા મુજબ રાખવામાં આવ્યો ન હોવાનું તપાસમાં જણાયું હતું. આથી જાહેરનામાનો ભંગ કરવા બદલ બંને સંચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ ફરિયાદ નોંધી, તાલુકા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!