રાજકોટ નાગરિક બૅંકની મોરબી બ્રાન્ચના કર્મચારીએ કરેલ આશરે બે કરોડની છેતરપીંડી પ્રકરણમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જેના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુએ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
મોરબીમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના કર્મચારી પ્રકાશ ગોવિંદભાઈ નકુમેં સગા સબંધીઓએ બાટલીમાં ઉતારી આશરે 2 કરોડની છેતરપીંડી કરી હતી જેને પગલે જે તે સમયે બૅંકના ડે. મેનેજરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આથી પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી જેમાં ભેજાબાજ બૅંક કર્મચારીએ 2016 થી માંડી અત્યાર સુધી સગા સબધીઓ અને મિત્રો મળીને 59 જેટલા લોકો પાસે થી એફડી કરવા માટે રૂપિયા લીધા હતા અને એફડી કરાવી બૅંકમાંથી નાણા ઉપાડીને આ રૂપિયા આરોપી ચાઉ કરી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસ આરોપી પ્રકાશ ગોવિંદભાઈ નકુમને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેને પગલે પોલીસે છેતરપિંડીમાં ગયેલ મુદામાલ પરત મેળવવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
–છેતરપીંડી કરવાની ભેજાબાજ કર્મચારીની અનોખી રીત
કરોડોની કરી નાખવામાં ઉસ્તાદ બેંકનો કર્મચારી પ્રકાશ નકુમ પહેલા તો સગા સબંધીઓને આંબા આંબલી બતાવી વિશ્વાસમાં લેતો હતો ત્યારબાદ એફડી કરવા માટે બે ચેક લેતો હતો જેમાંથી એક ચેકની એફડી બનાવ્યા બાદ બે દિવસ પછી બીજા ચેકને ઓળખીતાના ખાતામાંથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર્ કરી બૅંકમાંથી નાના ઉપાડી લઈને છેતરપીંડી કરતો હતો.