ગુજરાત રાજ્યના તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને એક નેજા હેઠળ એકત્રિત કરવા માટે કર્મચારી મહામંડળની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત, ગુ.રા. કર્મચારી મહામંડળ મા મોરબી જીલ્લા યુનિટની રચના કરવામા આવી હતી.
મોરબી જીલ્લા કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સ્થાનિક ભંડોળ હિસાબ ની કચેરીના સબ ઓડીટર ડી.ડી. જાડેજા, ઉપપ્રમુખ તરીકે મદદ.શિક્ષક હળવદના ઘનશ્યામભાઈ દેથરીયા, પ્રિ.સી.સિવીલ કોર્ટ મોરબીના રજીસ્ટ્રાર જસુભા જાડેજા, વી.સી. હાઈસ્કુલ ના મદદ.શિક્ષક દેવજીભાઈ ગોગરા, હળવદ નાયબ મામલતદાર એ.જી.સુરાણી, મહામંત્રી તરીકે ખોડદીપ બાલાસરા ઉપરાંત, સંગઠન મંત્રી તરીકે રાવતભાઈ ગલસર (ગ્રામ સેવક, તા.પં. મોરબી), ધર્મદીપસિંહ ઝાલા (લેન્ડ રેકર્ડ મોરબી), મિડીયા ઈન્ચાર્જ તરીકે હર્ષદ ત્રિવેદી, સહ ઈન્ચાર્જ કિશન બાવરવા, સહમંત્રી તરીકે ભરતભાઈ ડાંગર (સી.કા. સહકારી મંડળી રજીસ્ટ્રાર કચેરી મોરબી), ભગીરથસિંહ પરમાર (જી.શિ.કચેરી, મોરબી), સ્ટીફન પાન્થ (જીલ્લા પોલીસ વડાની કચેરી), બિપીનભાઈ સોલંકી (મા.તા.વિ. અધિ. વાંકાનેર), મહિલા મોરચાના અધ્યક્ષા પ્રતિમાબેન રાઠોડ (આચાર્ય તા.શાળા મોરબી) ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. ગુ.રા. કર્મચારી મહામંડળના મોરબી જીલ્લાના તમામ હોદ્દેદારો ને સમગ્ર જીલ્લાના તમામ કર્મચારીમિત્રોએ અભિનંદન શુભેચ્છા પાઠવી આવકાર્યા હતા