નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજયના આહવાનના અન્વયે મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી.
જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના આહવાનને ધ્યાનમાં રાખી 1000 એક હજાર જેટલી સંખ્યામાં પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તાલુકા-જિલ્લા પંચાયતના, મામલતદાર અને કલેકટરની કચેરીના કર્મચારીઓ તલાટીમંત્રી રેવન્યુ તલાટી વગેરે કર્મચારીઓનો સંયુક્ત મોરચા ની માંગણી અને લાગણી છે કે વર્ષ 2000 પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબજ આર્થિક નુકશાન ભોગવવું પડે છે, સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોય, તેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એકાઉન્ટ ખુલવામાં પણ ખુબજ સમય લાગે છે, વળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે,આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના OPS પુન:સ્થાપિત કરવાની માંગણી છે આ વિષય રાજ્ય સરકાર હસ્તકનો હોઈ સત્વરે રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના સ્વીકૃત કરી દરેક કર્મચારીની માંગણીને સસન્માન સ્વીકારે એવી રજુઆત માટે તેમજ જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી સરકાર સમક્ષ પહોંચાડવા માટે તા.08.04.22 ને શુક્રવારના રોજ 2.30 વાગ્યે સરદારબાગ શનાળા રોડ ખાતે મોરબી જિલ્લાના તમામ વિભાગના 1000 જેટલા કર્મચારીઓ એકત્ર થયા ત્યાં બધા ચર્ચા- વિચારણા કરી 3.00 વાગ્યે નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર પટેલની પ્રતિમા અને સરદારબાગ આવેલ શુભાષબાબુની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી બાઈક અને કાર સાથે જિલ્લા સેવા સદન જવા માટે પ્રસ્થાન કર્યું.
રસ્તામાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર પહેરાવી રેલી સો ઓરડી ખાતે પ્રતીક ધરણા કર્યા 5.00 વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલમાળા પહેરાવી રાષ્ટ્રીય સયુંકત OPS મોરચાના પ્રતિનિધિઓ કલેકટરને આવેદન અર્પણ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.