મોરબીના ધારાસભ્ય, પૂર્વ ભાજપ પ્રમુખ અને સાંસદ સહિતના અગ્રણીઓ દ્વારા કરેલા સંયુક્ત પ્રયાસોને પગલે ઉર્જામંત્રીએ જીલ્લામાં ત્રણ સબ ડીવીઝનને મંજુર કર્યા છે
સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા સરકારમાં સતત રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મોરબી જીલ્લા પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ત્રણ સબ ડીવીઝન મંજુર કર્યા છે જેમાં નાની વાવડી સબ ડીવીઝન જે શકત શનાળા સ/ડી માંથી વિભાજન, વીરપર સબ ડીવીઝન જે ટંકારા સ/ડી માંથી વિભાજન અને ઘૂટું સબ ડીવીઝન જે લાલપર સ/ડી અને મોરબી રૂરલમાંથી વિભાજન કરી નવા ૩ સબ ડીવીઝન મંજુર કરવામાં આવેલ છે
જેથી વીજ વિપેક્ષની ફરિયાદ સત્વરે નિવારી સકાય અને ફીડર રીપેરીંગમાં પણ ગતિ આવશે જેથી ખેડૂતોને ખેતીમાં પુરતો સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી શકશે અને સબ ડીવીઝનના વિભાજન થવાથી ઓદ્યોગિક વિસ્તારની વીજ ફરિયાદનો ઝડપથી નિકાલ થઇ શકશે નવા ત્રણ સબ ડીવીઝનને મંજુરી મળતા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાએ ઉર્જામંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે