સમગ્ર મોરબી જિલ્લામાં શાળા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માળીયા(મી)ના તરઘરી ગામે આવેલ પ્રાથમીક શાળામાં પણ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો જેમાં તરઘરી ગામના સરપંચ તરફથી શાળામાં પ્રવેશ મેળવેલ બાળકોને ભેટ સ્વરૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને ગુણવતા સભર શિક્ષણ અને કન્યા કેળવણી ની પ્રવૃતિઓ ને પણ વેગ મળે એ હેતુથી યોજાયેલા આ મહોત્સવ માં ડી.વી.ગઢવી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી તથા તરઘરી ગામના સરપંચ સાગરભાઈ અંબારામભાઈ ફુલતરિયા ,તલાટી મંત્રી ખોખરભાઈ ,પ્રિન્સિપાલ મનોજભાઇ સરડવા ,માજી તાલુકા પંચાયત સભ્ય શાંતિલાલ ફુલતરિયા,માજી સરપંચ ભાવેશભાઈ સુવારીયા અને શાળાના બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.