Tuesday, September 17, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં RTE હેઠળ ચોથા રાઉન્ડમાં વધુ ૧૭ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

મોરબી જિલ્લામાં RTE હેઠળ ચોથા રાઉન્ડમાં વધુ ૧૭ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ૨૮ જૂન સુધીમાં આધાર પુરાવા જમા કરાવવાના રહેશે

- Advertisement -
- Advertisement -

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ મોરબી જિલ્લાની કુલ ૧૮૪ જેટલી બિનઅનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા-જુદા માધ્યમાં કુલ ૧૩૬૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કિ.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે અત્યાર સુધીમા ત્રણેય રાઉન્ડનાં અંતે એકંદર કુલ ૧૨૦૮ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.

ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુ થી પ્રથમ, બીજા તથા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા અરજદારોને ત્રીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક તા.૧૯/૦૬/૨૦૨૨ થી તા.૨૧/૦૬/૨૦૧૨ દરમિયાન આપવામાં આવેલ હતી.

RTE પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ તા.૨૩/૦૬/૨૦૨૨, ગુરુવારનાં રોજ જાહેર કરવામાં આવેલ હતો. જેમાં મોરબી જિલ્લામાં વધુ ૧૭ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ હતો. ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૨૮/૦૬/૨૦૨૨, મંગળવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!