Saturday, December 28, 2024
HomeGujaratગાંધીનગર ખાતે આયોજિત સીરામીક એક્ઝિબિશનમાં મોરબી સહિત દેશભરના ઉદ્યોગપતિઓ જોડાયા

ગાંધીનગર ખાતે આયોજિત સીરામીક એક્ઝિબિશનમાં મોરબી સહિત દેશભરના ઉદ્યોગપતિઓ જોડાયા

ઇન્ડિયન સીરામીક એશિયા 2022 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. તા.6 થી 8 એપ્રિલ 2022 દરમિયાન એક્ઝિબિશન યોજાશે જેનો ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબીના ઉદ્યોગપતીઓ સહિત દેશ વિદેશના અગ્રણીઓ જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

આ ત્રિ-દિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશમાં મશીનરીની અવનવી ટેકનોલોજી આવેલ તેનું પ્રદર્શન અને અવનવા રો- મટીરીયલ ડિસપ્લે કરવામાં આવશે. જેમાં ૨૦ દેશો કરતાં પણ વધારે દેશોના મુલાકાતીઓ મુલાકાત લેશે. તદ્દઉપરાંત 5000 થી વધુ અપેક્ષિત મુલાકાતીઓ અને ઉદ્યોગકારો આ એક્ઝિબિશનની મુલાકાત લેશે વધુમાં નવી ટેકનોલોજી અને નવી મશીનરી તથા રો મટીરીયલ્સથી માહીતગાર કરવામાં આવશે અને મોરબીના સિરામિક ઉધોગ માટે નવી ટેકનોલોજી થી વધુ સારી પ્રોડ્કટ કઇ રીતે બની શકે તે બાબતની માહીત આપવામાં આવશે. પ્રારંભ વેળાએ ભૂપિન્દર સિંઘ, CEO, Messe Muenchen India, એલેસાન્ડ્રો લિબેરેટોરી, ટ્રેડ કમિશનર / ટ્રેડ પ્રમોશન ઑફિસના ડિરેક્ટર – ઇટાલિયન એમ્બેસી – નવી દિલ્હી. મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશનના હોદ્દેદારો હરેશભાઈ બોપલિયા પ્રમુખ (વોલ ટાઇલ્સ ડિવિઝન) વિનોદભાઈ ભાડજા પ્રમુખ (ફ્લોર ટાઇલ્સ ડિવિઝન) કિરીટભાઈ પટેલ પ્રમુખ (સેનેટરી વેર ડિવિઝન), હેમંત શાહ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ, ડો. બી.એસ. પાટીલ, ચીફ ટેકનોલોજી ઓફિસર, આરએકે સિરામિક્સ ડૉ. ચંદ્રેશ અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર, ડો. લલિત કુમાર શર્મા, પ્રમુખ – ઈન્ડિયન સિરામિક્સ સોસાયટી અને રોબર્ટ શોએનબર્ગર – પ્રદર્શન નિયામક સહિતનાઓએ હાજરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!