Sunday, May 19, 2024
HomeGujaratમોરબી એસપી સુબોધ ઓડેદરાનો વિદાય સમારંભ અને નવનિયુક્ત એસપી રાહુલ ત્રિપાઠીનો સ્વાગત...

મોરબી એસપી સુબોધ ઓડેદરાનો વિદાય સમારંભ અને નવનિયુક્ત એસપી રાહુલ ત્રિપાઠીનો સ્વાગત સન્માન સમારોહ યોજાયો

તાજેતરમાં જ મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ની સીઆઇડી ક્રાઇમ એસપી તરીકે ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી તેઓની જગ્યા એ ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા એસપી રાહુલ ત્રિપાઠી ને મુકવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા વિધિવત રીતે ચાર્જ છોડવામાં આવ્યો હતો .આ તકે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘની ઉપસ્થિતીમાં એસપી સુબોધ ઓડેદરા નો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તથા મોરબી જિલ્લાના નવનિયુક્ત એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી પોલીસ અધિક્ષક તરીકે વિધિવત રીતે ચાર્જ સાંભળતા તેઓના સ્વાગત સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ તકે રેન્જ આઈજી સંદીપ સિંઘએ એસપી એસ આર ઓડેદરા સાથે ના જુના સંસ્મરણો વાગોળતા તેઓના કામ કરવાના શૈલી અને વ્યક્તિત્વ નો પરિચય આપ્યો હતો તથા નવનિયુઝટ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પેહલા ના એસપી જેવો જ સાથ સહકાર તેઓને મળશે અને જિલ્લા ની પ્રજાની સલામતીને પ્રાથમિકતા આપવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.અંતમાં એસપી ઓડેદરા દ્વારા મોરબી જિલ્લા સાથે ના તેઓના કાર્યકાલ દરમીયાન ના અમુક સંસ્મરણો તાજા કર્યા હતા અને અંતમાં તેઓએ મોરબી જિલ્લામાં થયેલ સફળ કામગીરીનો શ્રેય આપતા સર્વે પોલીસ કર્મચારીઓ અને મીડિયા મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો .

આ તકે એએસપી અતુલ બંસલ ,ડીવાયએસપી મુનાફખાન પઠાણ, મોરબી અધિક કલેક્ટર ,મોરબી જિલ્લા પોલીસ ના અધિકારીઓ, કર્મચારીઓ, પત્રકાર એસોસિએશન મોરબી , તથા મોરબી બાર એસોસિએશન. ના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!