રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તરફથી સમ્રગ રાજકોટ રેન્જમાં પ્રોહિબિશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી કાઇમ બ્રાંચની ટીમે ઉચીમાંડલ ગામ બસ સ્ટેન્ડ સામે રોડ ઉપરથી ઇન્ડીકા વિસ્ટા કારમાંથી ઈંગ્લીશ દારૂના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં અસકારક કામગીરી કરી પ્રોહિબિશન-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગી રાહે મળેલ હકિકતના આધારે હળવદ મોરી રોડ ઉંચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ ખાતે GJ-13-CC-4529 નંબરની ઇન્ડીકા વીક્સ કારની વોચમાં હતા. તે દરમ્યાન ઇન્ડીકા કાર મળી આવતા ચેક કરતા તેમાંથી ગેર કાયદેસર રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ ભારતિય બનાવટનો મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીનો ૧૦૮ બોટલનો રૂ.૪૦,૫૦૦/-નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોડીબીશન ધારા તળે ગુનો નોંધાવી વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂ.૨,૪૦,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીની પૂછપરછ કરતા આ ગુન્હામાં માલ મોકલનાર વેલાભાઇ સગરામભાઇ રબારી (રહે. શાપર તા.સાયલા જી સુરેન્દ્રનગર) તથા માલ મંગાવનાર કાનો નવઘણભાઇ ભરવાડ (રહે. ઉંચીમાંડલ તા.જી.મોરબી)નું નામ ખુલતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.