Saturday, July 27, 2024
HomeGujaratનિ:સહાય મહિલાને મદદ કરતી કરતી મોરબી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ

નિ:સહાય મહિલાને મદદ કરતી કરતી મોરબી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ

ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજ્ય સરકારે વર્ષ 2014માં પાઇલોટ પ્રોજેક્ટ બાદ વર્ષ 2015માં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી શરૂ કરેલા આ પ્રોજેક્ટ દ્વારા અનેક મહિલાઓને મદદ કરવામાં આવે છે. ત્યારે ગત તારીખ:-10/6/2023 ના રોજ મોરબી 181 મહિલા હેલ્પલાઇન દ્વારા અજાણી નિ:સહાય મહિલાને આશ્રય આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

181 મહિલા હેલ્પલાઇનના જણાવ્યા અનુસાર, ગત તારીખ:-10/6/2023 ના રોજ એક સજજન વ્યક્તિ દ્વારા 181 પર કોલ આવેલ કે એક અજાણી મહિલા મળી આવેલ હોય માટે મદદની જરૂર છે. ત્યારબાદ તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, પાયલોટ રાજભાઈ તેમજ કોન્સ્ટેબલ રંજનબેન ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ તો તેમને પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ સરળતાથી પૂછતાછ કરેલ જેમાં મહિલા તેમનું સરનામું કે તેમના વિશે માહિતી આપી શકતા ન હતા. માટે ટીમ દ્વારા વધુ પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ તેઓ કયા રહે છે જણાવી શકતા ન હતા. સજજન વ્યક્તિ જણાવેલ કે તેઓ વાડીમાં કામ કરતા હોય બે ત્રણ દિવસથી મહિલા ત્યાં વાડીમાં એકલા ઝાડ નીચે રાત દિવસ બેસી રહેતા હોય જમવાનું પણ જમતા ના હોય કશું બોલતા જ ના હોય તેમજ રડતા હોય 181 ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ પૂછપરછ કરેલ પરંતુ મહિલાને કોઈ ઓળખતું નથી તેવું જણાવેલ હોવાથી તેમને કાઉન્સિલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી મોરબી સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ છે. ત્યારે અભયમની માનવતા ભરી આ કામગીરીની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!