બિપરજોય વાવાઝોડા ની આગાહીને પગલે મોરબી જિલ્લા ના માળીયા મી.,નવલખી સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો નુ સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે.
જે અંતર્ગત નવલખી બંદર ના જુમાવડી વિસ્તારમાં પણ સ્થળાંતર કરવામ આવ્યું હતું જેમાં આ વિસ્તારમાં ૧૧૦૦ જેટલા લોકો વસવાટ કરે છે અને સવારથી આ સ્થળાંતરની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે તેવામાં સ્થાનકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા ફકત સૂચના આપી દેવામાં આવી છે અને ત્યાંના લોકોને લઈ જવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં આવી નથી ખાનગી કંપની ની બસ અને ખાનગી વાહનો થકી અહીંના લોકો સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે પરંતુ હાલમાં તમામ લોકો સ્થળાંતર થઈ ચૂક્યા છે અને મોરબી એલસીબી , એસઓજી સહિતની ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.