વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે જમણવારના પ્રસંગ દરમિયાન ભેગા થયેલા પૂર્વ પ્રેમીએ પ્રેમિકા સામેં બેફામ વાણી વિલાસ આચરી પટ્ટાના આડેધડ ઘા ઝીકી ઢોર માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
વાંકાનેર તાલુકના લીંબાળા ગામેં રહેતા શંકરભાઈ મનજીભાઈ ઈંદરપાને પાયલબેન સાથે પ્રેમ સંબંધ હતો જે પરિવારજનોને પસંદ ન આવતા પાયલ બેનની સગાઈ અન્ય જગ્યાએ કરાવી હતી. ત્યાર બાદ બન્ને લીંબાળા ગામમા કથાના જમણવારના પ્રસંગમા ભેગા થયા હતા. ત્યારે આરોપી શંકરે જાહેરમા પાયલબેને ગાળી ભાંડી હતી જેની મનાઈ કરતા આરોપીએ પિત્તો ગુમાવી કમરપટા વડે પાયલ બેન પર હુમલો કરી વાંસાના ભાગે તથા પગના અને કમરના ભાગે આડેધડ ઘા ઝીકી ઇજા પહોંચાડી હતી આ બનાવની પાયલબેને વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.