રાજ્યભરની લોકસભાની બેઠકો માટે મંગળવારે ગાંધીનગરમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં રાજકોટ બેઠક માટે 13 નામો મુકવામાં આવ્યા હતા. વર્તમાન સાંસદ કુંડારિયાની જગ્યાએ યુવા ચહેરાને તક આપવાની મજબૂતાઇથી રજૂઆત થઇ હતી. ડો.બોઘરા પ્રથમ પસંદગી હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો. જોકે તમામ સમીકરણોને ધ્યાને લેવાય તો કોઈ પણ ને નારાજ કર્યા વગર પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરેજાને મેદાનમાં ઉતારવામાં આવે તેવા પ્રબળ સંકેતો હાલ દેખાઈ રહ્યા છે.તેમજ આજે બ્રિજેશ મે રજા જો જન્મદિવસ પણ છે તો જો તેમની નામની જાહેરાત થશે તો તેઓને આ ભાજપ તરફથી જન્મદિવસની ભેટ રૂપી ગણાશે.
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ છે. રાજકોટ બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટની લોકસભા બેઠક ઉપરથી ભાજપના જ ઉમેદવાર સતત વિજેતા થાય છે. આ રાજકોટ લોકસભા બેઠક કડવા પાટીદાર સમાજના ઉમેદવારોની બેઠક માનવામાં આવે છે. પરંતુ આ વખતે આ બેઠક પર મોરબી – માળિયાના પૂર્વ ધારાસભ્ય અને સનિષ્ઠ કાર્યકર ગણાતા પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરેજાને મેદાનમાં ઉતારે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. જોગાનું જોગ આજે બ્રિજેશ મેરજાનો જન્મદિવસ છે ત્યારે આ શુભસમાચાર આજે જ મળે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.તેમજ બ્રિજેશ મેરજા એ મંત્રી અને ધારાસભ્ય તરીકે મોરબીમાં ખૂબ સારી એવી કામગીરી કરી હતી. જો કે, ભાજપ હાઈ કમાન્ડ દ્વારા હરહંમેશ ધારણાઓથી કંઈક અલગ જ નિર્ણય લેવામાં કુશળ છે.તો હવે હાઈકમાંડની જાહેરાતની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.