Monday, May 20, 2024
HomeGujaratવોલીબોલ રમતની એકેડમીમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક

વોલીબોલ રમતની એકેડમીમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લીંબડી અને હિંમતનગર ખાતે વોલીબોલ રમતની ભાઈઓ/બહેનો માટે સ્વામી વિવેકાનંદ સી.ઓ.આઇ. નિવાસી એકેડમી શરૂ કરવામાં આવશે. મોરબી જિલ્લામાં અસાધારણ ઊંચાઇ ધરાવતા ભાઈઓ/બહેનોને વોલીબોલ રમતની એકેડમીમાં સમાવવા માટે હાઇટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭માં પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં ૧૩ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm અને બહેનોની ૧૬૬+cm, ૧૪ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૯+cm અને બહેનોની ૧૭૧+cm, ૧૫વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૪+cm અને બહેનોની ૧૭૩+cm, ૧૬ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૭+cm અને બહેનો ૧૭૫+cm નિર્ધારીત કરવામાં આવેલ છે.
ઇચ્છુક ઉમેદવારોએ ૩૦-૧૦-૨૦૨૧ ના રોજ સવારે ૦૯ કલાકે નવજીવન વિદ્યાલય, ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે હાજર રહેવા જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચ દ્વારા જણાવાયું છે. વધુ માહિતી માટે 8780797779 તેમજ 9978570001 સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!