Monday, June 22, 2026
HomeGujaratરાજકોટમાં ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારીણી બેઠક યોજાઈ

રાજકોટમાં ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારીણી બેઠક યોજાઈ

ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાજકોટ ખાતે મહત્વપૂર્ણ કાર્યકારીણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે સંગઠનના વિવિધ કાર્યક્રમો, સેવાકીય પ્રવૃત્તિઓ અને ભાવિ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

સેવાભારતી સંકુલ, અમુલ સર્કલ ખાતે યોજાયેલી રાજકોટમાં ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં પર્યાવરણ, સમાજસેવા અને રાષ્ટ્રીય ચેતનાના વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ વક્તાઓએ સમાજહિતના કાર્યોને વધુ વ્યાપક બનાવવા તેમજ સંગઠનની પ્રવૃત્તિઓને તળિયાના સ્તર સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ભારત વિકાસ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની 21 શાખાઓના આશરે 250 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ સંગઠનના આગામી કાર્યક્રમો અને સેવાકીય યોજનાઓને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આયોજનથી લઈને સંકલન સુધીની જવાબદારીઓ નિભાવી ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર બેઠક ઉત્સાહપૂર્ણ અને સેવાભાવના વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!