Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં ACના મોંઘાદાટ કોપર પાઈપની ચોરી:પાઇપ ચોર ગેંગને પકડવા પોલીસ મથકે અરજી...

મોરબીમાં ACના મોંઘાદાટ કોપર પાઈપની ચોરી:પાઇપ ચોર ગેંગને પકડવા પોલીસ મથકે અરજી કરાઈ

મોરબીમાં ભારે ગરમી ની સાથે ઉનાળાની શરૂઆત દેખાઈ રહી છે ત્યારે એસી નો ઉપયોગ પણ વધતો હોય છે જેના કારણે બજારમાં એસી ને લગતા પાર્ટ તેમજ એસી માં પણ ભાવ વધારો થતો હોય છે તેવામાં મોરબીમાં એસીના કોપર પાઇપ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ચોરોએ ઓફિસમાં લગાવેલ A/Cનાં કોપર પાઇપની ચોરી કરી હતી. જે અંગે ઓફિસ માલિકને જાણ થતા પાઇપ ચોરોને પકડવા તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડના ખૂણા પાસે આવેલ ઓમ શોપિંગ સેન્ટરમાં કેયુરભાઈ પંડ્યા 151, 152 અને 153 નંબરની ઓફિસો ધરાવે છે, ત્યારે બિલ્ડીંગની અગાસી ઉપરથી છેલ્લા 6-7 દિવસમાં અરજદાર કેયુરભાઈની ઓફિસમાં ફિટ કરેલ A/Cનાં પાઇપ ચોરાઈ ગયા હોવાની જાણ થતાં આજે અરજદાર કેયુરભાઈએ ઓફિસે જઈ A/C ચાલુ કરતા તે ચાલુ ન થતા તેણે ટેક્નિશ્યનને A/C રીપેર કરાવવા બોલાવેલ હતો. ત્યારે તેઓને જાણ થઈ હતી કે, A/Cનાં પાઇપ ચોરાઈ ગયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ એમ પણ જણાવ્યું હતું કે, છ દિવસ પહેલા જયારે તેઓએ A/C ચાલુ કર્યું હતું. ત્યારે A/C બરોબર રીતે કામ કરી રહ્યું હતું. તેથી આ ચોરી છ દિવસની અંદર થઇ હોવાની તેઓને આ શંકા છે. ત્યારે સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસે અરજી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!