Saturday, January 11, 2025
HomeGujaratઆજે ડીડી ગિરનાર પર રાષ્ટ્રીય લોક અદાલત વિશે તજજ્ઞો દ્વારા માહિતી અને...

આજે ડીડી ગિરનાર પર રાષ્ટ્રીય લોક અદાલત વિશે તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદશન અપાશે

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નાલસાના દીશા નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ કાનૂની સેવા અને સલાહને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો મારફતે સમગ્ર રાજયમાં હાથ ધરવામાં આવતી હોય છે .

- Advertisement -
- Advertisement -

આ કાનુની સેવા અને સલાહની પ્રવૃત્તિઓના ભગરૂપે સમગ્ર રાજયમાં લોક અદાલતો પણ યોજાતી હોય છે ત્યારે લોક અદાલત તે વૈકલ્પિક તકરાર નિવારણ પધ્ધિતઓ પૈકી સમાધાન રાહે તકરારનું નિવારણ કરવા માટેનો ઉત્તમ વિકલ્પ છે અને આ લોક અદાલતોમાં ઘણી સારી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે અને સમગ્ર વર્ષ દરમ્યાન નાલસાના દીશા નિર્દેશો મુજબ સમગ્ર રાજયમાં યોજાનાર લોક અદાલતોની જાગૃતતા બાબતે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળના કારોબારી અધ્યક્ષ આર.એમ. છાયા ડી.ડી. ગીરનાર પર જનજાગૃતિ અર્થે ઈન્ટરવ્યુ આપેલ છે જેનું પ્રસારણ તા .૧૯ / ૦૨ / ૨૦૨૨ ના રોજ સાંજે ૮ કલાકે ડી.ડી , ગીરનાર ચેનલ પર કરવામાં આવશે તથા પુન : પ્રસારણ તા .૨૩ / ૦૨ / ૨૦૨૨ ના રોજ સાંજે ૮/૦૦ કલાકે ડી.ડી.ગીરનાર ચેનલ પર થશે.આ ઇન્ટરવ્યૂમાં લોક અદાલતમાં કયા કેસો મુકી શકાય તેમજ કયા કેસો ન મુકી શકાય, લોક અદાલતમાં સમાધાન કરવાના ફાયદાઓ સહિતના વિષયો બાબતે ઝીણવટતાપુર્વક માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળના પેટ્રોન – ઈન – ચીફ અરવિંદકુમાર પણ સમગ્ર રાજયના લોકોમાં લોક અદાલતની જાગૃતી આવે અને લોકો લોક અદાલતનો મહત્તમ લાભ લે તે અર્થે પોતાનો સંદેશો પણ આપેલ છે. જેથી તમામ લોકોએ આ પ્રસારણનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામા આવે છે. વધુમાં યુ ટ્યુબ લીંક પર પણ પ્રસારણ થશે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!