Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના રવાપર ધુનડા રોડ પર મળી આવેલ મૃતદેહ મામલે ખુલાસો:વૃદ્ધનું હાર્ટ એટેકથી...

મોરબીના રવાપર ધુનડા રોડ પર મળી આવેલ મૃતદેહ મામલે ખુલાસો:વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયાનું ખુલ્યુ

મોરબી ના રવાપર ધૂનડા રોડ ઉપર અવાવરૂ જગ્યા ઉપરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઇને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મૃતદેહની ઓળખ માટે તેમજ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જો કે વૃદ્ધની ઓળખ મળતાં મોત મામલે ખુલાસો સામે આવ્યો હતો જેમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલ અવાવરું જગ્યા પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ સ્થાનિકોએ જોતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી. અને આ બનાવની જાણ થતાં જ પોલિસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યા છે કે આત્મહત્યા તે દિશા માં તપાસ શરૂ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેની ઓળખ મળતાં મરણ જનાર ૭૦ વર્ષીય નાથુભાઈ રવજીભાઈ મચ્છોયા રહે. મોરબીના રવાપર ધુનડા રોડ મેલડી માતાજીના મંદિર રામા તળાવની બાજુમાં હોવાનું સામે આવ્યું હતું જે રામભાઇ બાબીનભાઈ મુંઝારિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમનું મોત હાર્ટ એટેકના કારણે થયાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!