વાંકાનેરમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતા રમતા બોલ વાગી જતા બાળકનું મોત થયુ છે. બાળક કાનપર ગામે પોતાના ઘરની બહાર રમતો હતો. ત્યારે બનાવ બન્યો હતો.
બનાવની વિગત અનુસાર વાંકાનેર તાલુકાનાં કાનપર ગામે રહેતા હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરાનો દોઢ વર્ષનો બાળક પ્રભાત ગઈકાલે સવારના સમયે પોતાના ઘરની બહાર રમતો હતો. ત્યારે રમતા રમતા બોલ (દડો) વાગી જતા પડી જતા બેભાન થયો હતો. જેને પગલે બાળકને તેને પરિવારજનો દ્વારા સારવાર માટે સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડો.જાવીદ મસાકપુત્રા દ્વારા બાળકને મૃત જાહેર કરવાંમાં આવ્યો છે. અને સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવવામાં આવી છે.