મોરબીના ટીંબડી ગામના રોડની અતિ દયનીય હાલતથી નાના મોટા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહીથી ધરમપુર અને આરટીઓ જવાનો શોર્ટકટ રોડ હોવાથી ગ્રામજનો તેમજ સીરામીક કારખાનામાં કામ અર્થે અપડાઉન કરતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે આ રોડ મોરબી માળીયા નેશનલ હાઈવેથી ધરમપુર ગામ સુધી છેલ્લા લાંબા સમયથી બિસ્માર હોય તેમા પણ ટીંબડીથી હાઇવે વચ્ચેના રસ્તાનું તો નામોનિશાન ન રહ્યું હોય તેમ મગરની પીઠ જેવો ખખડધજ રોડ બની જતા આ ઉબળ ખાબડ રસ્તામાં મજબુરીવશ વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે જેથી વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છતા સ્થાનીક નેતા કે તંત્રના પેટનુ પાણી હલતું નથી જેથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની જવા પામ્યો છે કારણ કે મસમોટા ગાબડા પડી જવાથી નાના વાહન ચાલકોને અકસ્માતોનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં જેથી આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અથવા હાલ કામચલાઉ રિપેરીંગ કામ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી રહી છે આ રોડ પર સીરામીક કારખાના આવેલા હોય ૨૪ કલાક રોડ ધમધમતો બની ગયો છે જે છેલ્લા લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી આ રસ્તા પરથી પસાર થતા હજારો રાહદારીઓ પોતાના વાહન સાથે પસાર થાય છે જે રોડનો કચ્ચરઘાણ નીકળી જતા મસમોટા ગાબડાથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ત્વરીત યોગ્ય કરવા માંગ ઉઠી છે.