Saturday, April 20, 2024
HomeGujaratહળવદ : રણછોડગઢ ગામેથી માતા-પુત્ર લાપતા

હળવદ : રણછોડગઢ ગામેથી માતા-પુત્ર લાપતા

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં રણછોડગઢ ગામનાં રહેવાસી નિતાબેન ઉર્ફે ટમીબેન ધીરૂભાઇ દઢૈયા (ઉ.વ.૩૮) પોતાના દિકરા શૈલેશ (ઉ.વ.૯)ને સાથે લઇ પોતાની વાડીએથી ગત તા. ૮ ના રાત્રીના દસેક વાગ્યાથી તા. ૯ના વહેલી સવારના ત્રણેક વાગ્યા પહેલા કોઇ સમયે કયાંક ચાલી ગયેલ છે. જે અંગે મહિલાના પતિ ધીરૂભાઈ માનસિંગભાઈ દઢૈયાએ ગઈકાલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશુદા માતા-પુત્રને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે નિતાબેન શરીરે મધ્યમ બાંધાની રંગે ઘઉ વર્ણની છે. મોઢું લંબ ગોળ છે. જેની ઉચાઇ આશરે ૫ ફૂટ જેટલી છે. આંખો કાળી છે. જે અભણ છે. જે ગુજરાતી,ભાષા જાણે છે. જેણે ઘરેથી નીકળેલ ત્યારે લીલા કલરની સાડી તથા પીળા કલરનુ બ્લાઉઝ પહેરેલ હતુ. તેમજ શૈલેશ શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉ વર્ણનો છે. મોઢું લંબ ગોળ છે. જેની ઉચાઇ આશરે ૦૩ ફૂટ ૦૫ ઈંચ જેટલી છે. આંખો કાળી છે. જે ગુજરાતી ભાષા જાણે છે. જેણે ઘરેથી નીકળેલ ત્યારે લાલ કલરનું શર્ટ પહેરેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!