Tuesday, December 3, 2024
HomeGujaratસોખડા પાટીયા નજીકની બનાવટી લૂંટનો પર્દાફાશ થયો: દેણુ વધી જતાં લૂંટનું તરકટ...

સોખડા પાટીયા નજીકની બનાવટી લૂંટનો પર્દાફાશ થયો: દેણુ વધી જતાં લૂંટનું તરકટ રચ્યાની પોલીસ સમક્ષ કબૂલાત

મોરબી–કંડલા હાઇવે ઉપર આવેલ સોખડા પાટીયા નજીક ગાઈકાલે લૂંટના બનાવની વાત વહેતી થતા પોલીસ દોડતી થઈ હતી. આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન લૂંટ બનાવટી હોવાનો પર્દાફાશ થયો છે મોરબી તાલુકા પોલીસ કડકાઇથી પૂછપરછ કરતા હેબતાઈ ગયેલા ભોગગ્રસ્તે સત્ય ઓકી માર્યું હતું અને દેણુ વધી જતાં લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત આપી હતી.

- Advertisement -
- Advertisement -

સોખડા પટિયા નજીક આવેલ પિતૃકૃપા હોટેલના પાર્કીંગમાં લુંટ થયેલ લૂંટની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી તપાસનો ધમધમાટ આદર્યો હતો. વધુમાં વધુ વાહન ચેકીંગ તથા અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવા પોલીસ કાર્યશીલ હતી. જે દરમિયાન લૂંટનો ભોગ બનનાર નખત્રાણા તાલુકાના જડોદરા – કોટડા ગામના જેસીંગભાઇ લાધાભાઇ સોલકીએ પીઆઇ એમ.આર.ગોઢાણીયા, વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, વી.જી.જેઠવા સહિત એલ.સી.બી. સ્ટાફને જણાવેલ હકીકતમાં બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે આ દિશામાં કર્યાવહી કરી હતી અને ભોગગ્રસ્તની ઉંડાણ પૂર્વકની તપસમાં પોતે ભાંડો ફોડી દઇ ચોંકાવનારી કબૂલાત આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે પોતાના ધંધામાં ખોટ જતા દેણામા ડૂબી ગયો હતો અને પૈસાની સગવડ ન હોય જેથી જેમની પાસેથી માલ લીધેલ તે વેપારીઓ પૈસા આપવાનું દબાણ ન કરે તે માટે પોતાના ભત્રીજા પ્રફુલભાઇ ઉર્ફે પપ્પુ સોલંકી તથા તેના ભત્રીજાના મિત્રને મળી પોતાના પર ખોટો લુંટનો પ્લાન બનાવ્યો હતો. જેથી આ બનાવ જાહેર કરનારે પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી ગુન્હો કર્યો હોવાથી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ -૧૮૨ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!