Tuesday, November 10, 2026
HomeGujaratમહેન્દ્રનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં કુટુંબી ભાઈનો યુવક પર હુમલો

મહેન્દ્રનગરમાં ઉછીના રૂપિયા ન આપતાં કુટુંબી ભાઈનો યુવક પર હુમલો

યુવકને મોઢા પર ઢીકા-પાટુનો માર મારી ડાબા જડબામાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી: માતા-દીકરાને જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગરમાં કુટુંબી ભાઈએ ઉછીના રૂ.૫ હજાર માંગતા યુવકે પૈસા આપવાની ના પાડી હતી. જેનો ખાર રાખી આરોપીએ યુવકને માર મારતાં તેના ડાબા જડબામાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી. બનાવ અંગે માતાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના મહેન્દ્રનગર સ્મશાન પાછળ રહેતા મીનાબેન અજિતભાઈ હળવદીયાનો પુત્ર સંજય ઉવ.૩૫ ગત તા.૦૮/૧૧ના રોજ સાંજના ઘરે હોય તે દરમિયાન તેના કુટુંબી કાકાના દીકરા અમિત ભરતભાઈ હળવદીયા રહે.મહેન્દ્રનગર મોરબી-૨ વાળાએ સંજય પાસે ઉછીના રૂ.૫ હજાર માંગ્યા હતા. સંજયે પોતાની પાસે રૂપિયા ન હોવાનું કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી અમિતે સંજયને ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને મોઢાના ભાગે ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્યારે માતા મીનાબેને વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં આરોપીએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બૂમાબૂમ થતાં સંજયનો ભાઈ સુનિલ અને કાકા પોપટભાઈ ત્યાં દોડી આવ્યા હતા, જેથી આરોપી ભાગી ગયો હતો. જોકે, જતી વખતે આરોપીએ મીનાબેન અને સંજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મારામારીમાં સંજયના ડાબા જડબામાં ફ્રેક્ચર જેવી ઇજા થતાં તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મીનાબેને આરોપી અમિતભાઈ ભરતભાઈ હળવદીયા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!