Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં લીલાપર રોડ પર કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી: પોલીસ...

મોરબીમાં લીલાપર રોડ પર કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી: પોલીસ કાફલો ઘટના સ્થળે

મોરબીમાં રાત્રીના આશરે બાર વાગ્યા ની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.૨૫ વાળાને તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદાર રહે.મકરાણી વાસ રોહિલા પીરની દરગાહ પાસે મોરબી વાળાએ અચાનક જ આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દેતા ઇમરાન શાહમદારને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

- Advertisement -
- Advertisement -

જ્યાં વધુ રક્ત વહી જવાના કારણે સિવિલ હોસ્પિટલ તંત્ર રાજકોટ રીફર કરવાની તૈયારી કરી રહ્યું હતું એ સમય દરમ્યાન જ ઇજાગ્રસ્ત ઇમરાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો આ ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડીવીઝન, એલસીબી,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી બીજી બાજુ મૃતક યુવાનનું પીએમ સહિતની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે.

પરિવાર જનોના જણાવ્યા અનુસાર સર્ફરાજ શાહમદારની શોધખોળ હાથ ધરતા પોલીસની ટીમને આરોપી હાથવેંતમાં આવી ગયો હોવાનું આધારભુત સૂત્રો માંથી જાણવા મળ્યું છે જો કે મૃતક ઇમરાન ના પરિવાર જનોએ મોરબી મિરર સાથેની વાતચીતમાં માં આ હત્યા ક્યાં કારણસર નિપજાવવામાં આવી તેનો કોઈ જ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું આ હત્યા સર્ફરાજ દ્વારા નિપજવવામાં આવી તેનાથી પરિવાર જનો પણ સ્તબ્ધ છે કેમેં કે બન્ને કૌટુંબિક ભાઈઓ છે ત્યારે હત્યા પાછળની તટસ્થ કારણ જાણવા અને ફરીયાદ નોંધવા સહિતની કામગીરી હાલ પોલીસે હાથ ધરી હતી ત્યારે આગામી સમયમાં એ ડીવીઝન પોલીસને પણ ગણતરીની કલાકોમાં જ આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળતા આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે હાલ એ ડીવીઝન પીઆઇ જે એમ આલ સહિતની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!